1. નોકરી કરતી મહિલાઓ વધુમાં વધુ 32 વર્ષ સુધીની વયમર્યાદા ધરાવતી હોવી જોઇએ.
2. નાઇટ શીફ્ટ કરતી મહિલાઓ તેમજ બાળકો ધરાવતી મહિલાઓ હોસ્ટેલમાં પ્રવેશ લઇ શકશે નહીં, એકલી રહેતી મહિલાઓ જ હોસ્ટેલમાં પ્રવેશ મેળવી શકશે.
3. UPSC-GPSC કે અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા આપતાં, ત્યકતા-વિધવા, વિકલાંગ, માતા-પિતા વગરની,પિતા વગરની,નિરાધાર મહિલાઓને પ્રેફરન્સ આપવામાં આવશે.
4. હોસ્ટેલમાં પ્રવેશ મેળવનાર નોકરી કરતી મહિલાની વાર્ષિક ફી રૂ. 30,000 રહેશે જેમાં 50% (રૂ.15,000) ફી પ્રવેશ વખતે ભરવાની રહેશે તેમજ બાકીની 50% (રૂ.15,000) ફી પ્રથમ છ માસ પૂર્ણ થયા બાદ 7 દિવસમાં ભરવાની રહેશે.
5. સરદારધામ ચારિત્ર્ય ઘડતર, નેતૃત્વ, સમાજભાવના અને યુવાશક્તિના સર્વાંગી વિકાસ તેમજ સ્વાવલંબનની સાથે જીવનની સાચી કેળવણી પામે તે માટે સંસ્થા દ્વારા જીવનઘડતરની પ્રવૃત્તિઓમાં અભ્યાસને તેમજ નોકરીના સમયને બાધ ના આવે તે રીતે હાજરી આપવાની રહેશે.
6. દરેક નોકરી કરતી મહિલાએ પ્રાર્થનાસભામાં સાંજે 7:00 થી 7:15 તથા યોગ-કસરતમાં સવારે 7:15 થી 8:00 હાજરી આપવી ફરજિયાત છે.
7. પ્રવેશફોર્મ સાથે નીચેની વિગત જોડવી : (1) પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ-2 (2) લીવિંગ સર્ટિફિકેટની નકલ (3) આધારકાર્ડની નકલ (4) જે સ્થળે નોકરી કરતાં હોય તેનું આઇ-કાર્ડ / અપોઇન્ટમેન્ટ લેટર.
8. ભવનમાં નોકરી કરતી મહિલાઓએ પોતાનું આઈ-કાર્ડ ગૃહમાતા પાસેથી મેળવી લેવાનું રહેશે. તેમજ દ્વિતીય ટર્મના અંતે પોતાનું આઈ-કાર્ડ સંસ્થા છોડતી વખતે ફરજિયાત ગૃહમાતાને જમા કરાવવાનું રહેશે.
9. દરેક નોકરી કરતી મહિલાએ ફાળવેલ રૂમ, બેડ તેમજ ફ્લોર મુજબ જ રહેવાનું રહેશે..
10. મહિલાઓના Blood Relation ધરાવતા સગાં-સંબંધીઓ (ઓળખપત્ર ધરાવનાર) ફક્ત રવિવારે સવારે ૯.૦૦ થી ૧૧.૦૦ દરમ્યાન જ મુલાકાત ખંડમાં નોકરી કરતી મહિલાઓને મળી શકશે. તેમને મહિલાઓના રૂમમાં જવા દેવામાં આવશે નહિ કે તેમના વાલી તેમને પૂર્વ મંજૂરી વગર બહાર લઈ જઈ શકશે નહિ.
11. કોઈપણ નોકરી કરતી મહિલાની ચાલચલગત સારી ના હોય અથવા અન્ય નોકરી કરતી મહિલાને કે છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થી કે વિદ્યાર્થીનીઓને નડતરરૂપ કોઈ વર્તન હોય તો ગમે ત્યારે પ્રવેશ રદ કરવામાં આવશે.
12. હૉસ્ટેલ રૂમમાં કોઈપણ બહારની વ્યક્તિ ગેરકાનૂની રહેતા પકડાશે તો તે રૂમમાં રહેતી નોકરી કરતી તમામ મહિલાઓનો સંયુક્ત ગૂનો ગણી તમામનો પ્રવેશ રદ કરવામાં આવશે. ગૃહમાતાની મંજુરી વગર કેમ્પસ અંદર કે કેમ્પસ બહાર મહિલા ગાર્ડીયન/વાલી સીવાય કોઇ અજાણી વ્યક્તિને મળી શકશે નહીં.
13. નોકરી કરતી મહિલાએ બહારગામ જતા અગાઉ તેમજ આવ્યા પછી ગૃહમાતા-માતાને લેખિતમાં જાણ કરવાની રહેશે. ગૃહમાતાની મંજૂરી મળ્યા પછી જ નોકરી કરતી મહિલા બહારગામ જઈ શકશે.
14. દરેક રૂમની તથા ટોઇલેટ/બાથરૂમની સફાઈ તેમજ રૂમમાં પીવાના પાણીની વ્યવસ્થા મહિલાઓએ જાતે જ કરવાની રહેશે. સંસ્થાની રૂમો-લોબી, દીવાલો, જાજરૂ-બાથરૂમ, રસોડું કે અન્ય જગ્યાએ થૂંકવું નહિ. કોઈપણ પ્રકારનું લખાણ લખવું નહિ કે કચરો નાખવો નહિ. કચરો કચરા ટોપલીમાં જ નાખવો. તેમજ પાણીનો વપરાશ સંયમથી કરવાનો રહેશે.
15. રૂમમાં રેડિઓ, ટીવી,સ્પીકર, ટેપ કે અન્ય ખલેલ પહોંચાડતાં સાધનોનો ઉપયોગ કરવો નહિ. અને જો પકડાશે તો જપ્ત થશે અને રુ. ૧૦૦૦/- દંડ લેવામાં આવશે. ઉપરાંત ઈલેક્ટ્રિક સાધનો જેવાં કે ઈલેક્ટ્રિક સગડી, ઈસ્ત્રી, હીટર વગેરે સાધનો વાપરી શકાશે નહિ તથા બંધ રૂમમાં ટયુબલાઈટ, લેમ્પ કે પંખા ચાલુ રાખી શકાશે નહિ.
16. છાત્રાલયના ફર્નિચર, ઈલેક્ટ્રિક ફિટિંગ્સ, લાઈટ, જાજરૂ-બાથરૂમ, કોમન લાઈટ, રસોડાના વાસણો અને સંસ્થાનાં અન્ય સાધનોનો કાળજીપૂર્વક ઉપયોગ કરવાનો રહેશે. જે મહિલા દ્વારા કોઈપણ પ્રકારનું નુકસાન થશે તો તેની પાસેથી નુકસાનની રકમ વસૂલ કરવામાં આવશે, તેમજ રૂમના ફર્નિચરને તેમના સ્થાનેથી ખસેડી શકાશે નહિ. છાત્રાલયની રૂમોની અંદર કોઇપણ પોસ્ટર્સ, ફોટા, છાપાં, ચાર્ટ કે અન્ય લખાણો રૂમના કે સંસ્થાના ફર્નિચર,દીવાલ કે કાચ ઉપર ચોંટાડવા કે લગાડવા નહીં. આવું કરનારને
૨૦૦/- રૂ. દંડ કરવામાં આવશે.
17. નોકરી કરતી મહિલા કોઈપણ પ્રકારના જનઆંદોલન/રાજકીયઆંદોલન/ધાર્મિકઆંદોલન(ચળવળ) માં ભાગ લઈ શકશે નહીં.
18. પ્રવેશપાત્ર ગણેલ નોકરી કરતી મહિલાઓની નામાવાલી નોટીસ બોર્ડ પર મૂકવામાં આવશે. યાદી રજૂ થયે દિન 10માં પ્રવેશ મેળવી લેવાનો રહેશે. અન્યથા નામાવાલીની યાદીમાં આવેલ મહિલાઓનો પ્રવેશ પાત્રતા રદ થશે.
19. સંસ્થા છોડતી વખતે અરજી સાથે ડિપોઝિટ ભર્યાની પહોચ જમા કરાવવી ફરજિયાત છે. અરજી કર્યાના પંદર દિવસમાં પોતાની મળવાપાત્ર ડિપોઝિટનો ચેક અચૂક મેળવી લેવો.
20. દરેક નોકરી કરતી મહિલાઓએ છાત્રાલયના પરિસરમાં (કેમ્પસમાં) સભ્યતાથી વર્તવું ,સભ્યતા પુર્વકના કપડાં પહેરવા તથા અશિષ્ટ ભાષાનો ઉપયોગ કરવાની સખ્ત મનાઈ છે. તેમજ કામ વગર લોબીમાં આંટા મારવાની કે ઊભા રહેવાની પણ સખ્ત મનાઈ છે.
21. બહારનો નાસ્તો ડાઈનિંગ હોલમાં લાવી શકાશે નહીં. ડાઈનિંગ હોલમાં કિચનની કોઈપણ વસ્તુ (થાળી,વાટકી, ચમચી,પ્યાલો, ડિશ) વગેરે રૂમમાં કે અન્ય જગ્યાએ લઈ જનાર સામે શિસ્ત ભંગના પગલા લેવામાં આવશે.
22. કુદરતી આફતો, ભુકંપ, આગ તેમજ અન્યથી નોકરી કરતી મહિલાઓની જાનહાની થાય અથવા તેના વ્યવહાર-વર્તનથી તેને થનાર નુક્સાન અંગે જવાબદારી સંસ્થાની રહેશે નહી.
23. મોબાઈલ કે લેપટોપ બીજાને ડિસ્ટર્બ થાય તેવા મોટા અવાજે વાપરવા નહી. તેમ કરતા જણાશે તો દંડને પાત્ર છે,
24. સંસ્થામાં રજિસ્ટર કરેલ વાલીના મોબાઈલ નંબર સિવાય કોઈ પણ અન્ય ફોન પર બહાર જવા રજા માટેની મંજૂરી મળી શકશે નહી. રજિસ્ટર્ડ મોબાઈલ નંબરમાં ફેરફાર વાલીની હાજરી વગર થશે નહીં.
25. છાત્રાલયમાં નોકરી કરતી મહિલાએ કિંમતી દાગીના કે અન્ય કિંમતી ચીજવસ્તુ પહેરવા નહીં તેમજ રાખવા નહિ. તેમ છતાં ચોરી થશે તો તે માટે સંસ્થા જવાબદાર રહેશે નહિ. ટુ-વ્હીલર ધરાવનાર નોકરી કરતી મહિલાએ પોતાના વ્હીકલની આર.સી બુક તેમજ ડ્રાઇવિંગ લાઈસન્સની ઝેરોક્ષ ફરજિયાત આપવાની રહેશે.
26. સ્પોર્ટ્સ, જિમ્નેશિયમમાં સવારે 5:00 થી 8:00 તથા સાંજે 5:00 થી 8:00 સુધી જ પ્રવૃત્તિ ચાલશે.
27. એડમિશન વખતે તેમજ વાલીદિન રાખીએ તે દિવસે નોકરી કરતી મહિલાઓના માતા/પિતા, વાલીએ ફરજિયાત સાથે આવવું.
28. સંસ્થાના હોદ્દેદારો કે પદાધિકારીઓ ગમે તે સમયે મહિલાને સાથે રાખીને રૂમ કે સરસામાનની તપાસ કરી શકશે અને તપાસ દરમ્યાન વાંધાજનક અને પ્રતિબંધિત ચીજવસ્તુઓ ધ્યાનમાં આવશે તો તેવી નોકરી કરતી મહિલાઓને દંડને પાત્ર રહેશે.
29. દરેક નોકરી કરતી મહિલાઓને પલંગ, બેડ(પથારી), ઓશીકું(પીલો), રાઈટિંગ ચેર તથા કબાટ આપવામાં આવશે. બેડશીટ તથા પીલો કવર(સેટ-2) અને ચાદર-1 સંસ્થામાંથી ચાર્જથી મળશે. દરેક રૂમમાં સિલિંગ ફેન, ટયુબલાઈટ, એક મોટી બાલદી, એક નાની બાલદી, બે ટમ્બલર આપવામાં આવશે, જેની સાચવણીની જવાબદારી રૂમમાં રહેતી નોકરી કરતી મહિલાઓને સામુહિક રહેશે. દરેક રૂમ વ્યવસ્થિત અને પથારી સુઘડ રાખી સ્વચ્છતાને પ્રાધાન્ય આપવાનું રહેશે. દર ૮ દિવસે નોકરી કરતી મહિલાએ સ્વખર્ચે ઓછાડ, પીલો કવર ધોવડાવવાનાં રહેશે અથવા જાતે ધોવાના રહેશે.
30. છાત્રાલયના વહીવટકર્તાઓ, ટ્રસ્ટીશ્રીઓ, સમાજના વડીલો, આગેવાનો, ગૃહમાતા અને અન્ય કર્મચારીઓ સાથે પ્રત્યેક નોકરી કરતી મહિલાઓએ વિનયપૂર્વક વર્તવાનું રહેશે. એમની સાથે અનિષ્ટ વ્યવહાર કે તકરાર કરનાર મહિલાનો પ્રવેશ વાલીશ્રીને જાણ કર્યા વગર જ રદ કરાશે.
31. છાત્રાલય છોડતા પહેલાં રૂમ ક્લિયરન્સ સર્ટિફિકેટ મેળવવું જરૂરી રહેશે.
32. સંસ્થા તરફથી રસોડાનું સંચાલન કરવામાં આવે છે. જ્યારે સંસ્થાનું રસોડું ચાલુ હશે ત્યારે તમામ મહિલાઓએ સંસ્થાના રસોડામાં જ જમવાનું રહેશે. ભોજનાલયના સઘળા નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. ભોજનનો બગાડ કરવો નહિ. ડિશમાં એંઠવાડ જેવા કે રોટલી, દાળ-ભાત, શાક વગેરે વસ્તુ પડતી મૂકવી નહિ. કોઈપણ સંજોગોમાં ભોજન અંગે કટ આપવામાં આવશે નહિ. છાત્રાલયનો નક્કી કરેલો ભોજન સમય – સવારનો નાસ્તો 6.30 થી 8.30 કલાક સુધી, બપોરનું ભોજન 11:00 થી 1.00 કલાક સુધી, સાંજનું ભોજન 7:15 થી 8:45 કલાક સુધી જ વ્યવસ્થા કરવામાં આવશે. સમય પૂરો થયા બાદ વ્યવસ્થા થશે
નહિ.
33. ભોજનનો સમય અનુકૂળ હોય તેમણે જ પ્રવેશ મેળવવો. સંસ્થાના મેનુ મુજબ જ રસોઈ બનશે, અલગથી બનશે નહિ.
34. નોકરી કરતી મહિલાઓને પાર્ટીમાં જવાની પરવાનગી છાત્રાલયમાંથી મળશે નહિ. કોઈપણ મહિલા બારોબાર સગા-સંબંધી અથવા મિત્રના ઘરે જઈ શકશે નહિ. જશે તો વાલી વિના છાત્રાલયમાં પ્રવેશ મળશે નહિ. સંસ્થામાં બર્થ-ડે પાર્ટી કે અન્ય પાર્ટી ઉજવવા દેવામાં આવશે નહિ. આવી પાર્ટી ઉજવતાં જણાશે તો એડમિશન રદ કરવામાં આવશે.
35. હૉસ્ટેલમાંથી નોકરી કરતી મહિલાને નિમ્ન લિખિત બાબતમાં એડમિશન રદ કરવામાં આવશે.
૧. પોતાની સાથે હાનિકારક હથિયાર રાખશે.
૨. તોડફોડ અને મારપીટની પ્રવૃત્તિ કેમ્પસના અંદર કે બહાર કરશે.
૩. છેતરપીંડીના કેસમાં સામેલગીરી.
૪. ગંજીપા-જુગાર રમવા અથવા અન્ય રમતો.
૫. સંસ્થાની છબીને જાણી જોઈને ખરાબ ચિતરવાનો પ્રયત્ન કરશે.
૬. સંસ્થાના હિત વિરુધ્ધનું વર્તન વાલી કે મહિલાઓ કરે ત્યારે.
૭. સંસ્થાના નિયમોનું ઉલ્લંઘન વાલી કે મહિલાઓ કરે ત્યારે.
૮. મહિલાઓ ઉશ્કેરણીજનક વર્તન કે પ્રવૃતિ કરતા જણાય ત્યારે.
૯. ખોટી માહિતી રજૂ કરી પ્રવેશ મેળવાનું ધ્યાન પર આવે ત્યારે.
36. પૂર્વ મંજૂરી સિવાય રાત્રે ૯.૦૦ કલાક પછી છાત્રાલયમાંથી બહાર જવા દેવામાં કે રાત્રે ૧૦.૦૦ કલાક પછી બહારથી છાત્રાલયમાં પ્રવેશવા દેવામાં આવશે નહિ. અમદાવાદ શહેરમાં સગા-સબંધીના અને અન્ય વ્યક્તિઓના ઘરે કોઈ પ્રસંગ કે કામ માટે રજા વગર જવા દેવામાં આવશે નહીં.
37. છાત્રાલયમાં રહેતી નોકરી કરતી મહિલા કોઈપણ જગ્યાએથી કે રૂમમાંથી કોઈપણ વસ્તુ બિનઅધિકૃત રીતે લઈ જતા પકડાશે તો તાત્કાલિક એડમિશન રદ કરવામાં આવશે. છાત્રાલયની રૂમમાં રહેતી મહિલાઓએ રૂમની અંદર થયેલા નુકસાન સરખે ભાગે વહેંચી લેવાનું રહેશે તેમજ જે તે માળની લોબીમાં નુકસાન થશે તો તે માળ પર રહેતી તમામ નોકરી કરતી મહિલાઓને સરખા હિસ્સે નુકસાન ભોગવવાનું રહેશે.
38. નોકરી કરતી મહિલાઓએ સંસ્થા દ્વારા નક્કી કરેલ સમયમાં અનુકૂળતા મુજબ યોગા-કસરત-પ્રાર્થનાસભા અને મોટીવેશનલ કાર્યક્રમ તેમજ સંસ્થા દ્વારા યોજાતા રાષ્ટ્રીય તહેવારો તથા અન્ય પ્રસંગોની ઉજવણીમાં હાજરી આપી શકશે.
39. નોકરી કરતી મહિલાઓએ કોઈપણ સંજોગોમાં ક્યાંય પણ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થી / વિદ્યાર્થીનીઓનો સંપર્ક કરવાનો રહેશે નહીં.
40. છાત્રાલયમાં દાખલ થનાર નોકરી કરતી મહિલાઓને પોતાની કાયમી બીમારી અંગેની જાણ સંસ્થાને અગાઉથી કરવાની રહેશે. માંદગીના સંજોગોમાં સંભાળ રાખવા માટે અમદાવાદમાં રહેતા બે સગા-સબંધીઓના મોબાઈલ નંબર, સરનામું, ઈ-મેલની વિગતો આપવાની રહેશે. સંજોગોવશાત બીમાર નોકરી કરતી મહિલાઓને તાત્કાલિક સારવાર કરાવવા માટે સંસ્થા કાર્યવાહી કરશે. બીમારીના સંજોગોમાં નોકરી કરતી મહિલાઓને ગૃહમાતાની મંજૂરી મેળવ્યા બાદ ઘરે લઈ જવા દેવામાં આવશે.
41. નોકરી કરતી મહિલાઓને જ્યારે પોતાના વતનમાં અગર અન્ય સ્થળે જવા માટે માગતી હોય તે પહેલા તેમણે સક્ષમ સતાધિકારીની મંજૂરી લેવી ફરજિયાત છે અને સક્ષમ સતાધિકારી દ્વારા સબંધિત રજા માગનાર મહિલાને વાલી/પતિ/પાલક ની મંજૂરી મેળવીને જ અનુમતિ આપવામાં આવશે.
42. વર્કિંગ વુમન હોસ્ટેલમાં નોકરી કરતી મહિલાઓને સામાન્ય રીતે 1 વર્ષ અને અન્ય કારણોસર જરૂર જણાય તો વધુમાં વધુ 2 વર્ષ સુધી હોસ્ટેલમાં રહેવાની સગવડ મળી શકશે. અને આ બાબતો નો સંપૂર્ણ અધિકાર સક્ષમ સતાધિકારી નો રહેશે.
43. ઉપરોક્ત પૈકી કોઈપણ નિયમનો ભંગ થતાં નોકરી કરતી મહિલાઓનો પ્રવેશ રદ થશે. પ્રવેશ રદ થતાં તમામ ભરેલ રકમો જપ્ત થશે. જેનું કોઈપણ વળતર (રીફંડ) આપવામાં આવશે નહીં. આ અંગેનો વહીવટકર્તાઓનો નિર્ણય આખરી ગણાશે.
44. ચાલુ નિયમમાં વહીવટકર્તાઓને જરૂર જણાય તે પ્રમાણે નિયમોમાં ફેરફાર કરી શકશે તે તમામને બંધનકર્તા રહેશે. તેમજ
નિયમો અંગે વહીવટકર્તાઓનો નિર્ણય આખરી ગણાશે.
છાત્રાલયમાં રહેવા માટે તેમજ ચુસ્તપાલન માટે બનાવેલા નિયમો સમજી-વાંચ્યા બાદ તેનું ચુસ્તપણે પાલન કરવા માટે મેં અનુમતિ આપીને સહી કરેલ છે તેમજ આ નિયમોની એક કોપી મને મળે છે જેનું હંમેશાં પાલન કરીશ અને હોદ્દેદારશ્રીઓ જ્યારે આ નિયમો જોવા માગશે ત્યારે હું આ નિયમાવલી આપવા પણ બંધાયેલ છું.